અમદાવાદ : ઉત્તરાયણને લઈને એક મોટા આંચકા જનક સમાચાર મળ્યા છે. રાજ્યમાં પહેલા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
કારણ કે ચાઈનીઝ દોરીને કારણે વાહનચાલકોના અકસ્માત તેમજ પશુ પક્ષીઓના જીવને પણ જોખમ થતું હોય છે. ત્યારે વધુમાં ફરી ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અન્ય ઘણી ખરી દોરીઓ પર હવે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ હવે રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેથી હવે કોઈ પણ પોતાની દોરીમાં કાચ નહીં લગાવી શકે.
એક તરફ ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મહત્વનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે.રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટે કરેલા હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. સરકાર દ્વારા આ મામલે 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા માટે કોર્ટમાં ખાતરી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ પહેલાથી હતો. પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ પાયેલ કોટન થ્રેડ દોરી ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Reporter: admin







