ઈસરો: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું શનિવારે PSLV-C61 રૉકેટ લૉન્ચ મિશન સફળ ન થઈ શક્યું.
લૉન્ચ બાદ ત્રીજા તબક્કા દરમિયાન ટેક્નિકલ ખામી જોવા મળી, જેના કારણે મિશન અધુરૂ રહી ગયું. આ વાતની જાણકારી ખુદ ISRO પ્રમુખ વી. નારાયણને આપી છે. વી. નારાયણને જણાવ્યું કે, સેટેલાઇટના લૉન્ચનો પહેલો અને બીજો તબક્કો સામાન્ય રહ્યો પરંતુ, ત્રીજો તબક્કો પૂરો ન થઈ શક્યો અને ખામીના કારણે આ મિશન સફળ ન થઈ શક્યું. ત્રીજા તબક્કામાં સંચાલન દરમિયાન અમે અવરોધ જોયો અને મિશન પૂરું ન થઈ શક્યું. હવે અમે આ ડેટાનું વિશ્લેષણ કરીશું અને ફરી મિશન પર પરત ફરીશું.’
આ મિશન હેઠળ EOS-09 (Earth Observation Satellite-9)ને પૃથ્વીની સૂર્ય સમકાલિક કક્ષા (SSPO)માં સ્થાપિત કરવાનું હતું. આ સેટેલાઇટ EOS-04નું રિપીટ સંસ્કરણ હતું અને તેનો હેતુ રિમોટ સેંસિંગ ડેટા પૂરો પાડવાનું હતું, જેથી વિવિધ ક્ષેત્રમાં કાર્યરત યુઝર્સને સટીક અને નિયમિત આંકડા મળી શકે. EOS-09 સેટેલાઇટને એક હેતુથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું જેથી દેશની રિમોટ સેંસિંગ ક્ષમતાઓને વધુ મજબૂત કરી શકાય. EOS-09ને ખાસ કરીને એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન, ઘુસણખોરી અને શંકાસ્પદ ગતિવિધિઓ વિશે જાણકારી મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ISROની ટેક્નિકલ ટીમ હવે આ સમસ્યાની તપાસ કરશે જેથી એ સ્પષ્ટ કરી શકાય કે, લૉન્ચ દરમિયાન કેવા પ્રકારની ખામી આવી અને ભવિષ્યમાં તેને કેવી રીતે સુધારી શકાય?
Reporter: admin