ઈઝરાયલના હુમલા બાદ ઈરાને એરસ્પેસ બંધ કરી દીધી છે. આ ઉપરાંત ઈરાકે પણ તેની ફ્લાઇટ્સ રદ કરી છે. આ હુમલાઓએ બે કટ્ટર દુશ્મનો વચ્ચે સર્વત્ર યુદ્ધનો ખતરો વધુ વધ્યો છે.
ઈઝરાયલે શનિવારે (26મી ઓક્ટોબર) વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ મામલે ઈઝરાયલની સેના પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યાનુસાર, 'આ હુમલો પહેલી ઓક્ટોબરે ઈરાની મિસાઈલ હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. અમારૂ મિશન પૂરું થયું.'પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત ઉગ્રવાદી જૂથો-ગાઝામાં હમાસ અને લેબનોનમાં હિઝબુલ્લાહ - ઈઝરાયલ સાથે પહેલેથી જ યુદ્ધમાં ચાલી રહ્યું છે.
આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન મધ્ય પૂર્વમાં સમજૂતી અને શાંતિના ઉદ્દેશ્ય સાથે ઈઝરાયલ પહોંચ્યા છે. સીરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર ઇઝરાયલે રાત્રે લગભગ 2 વાગ્યે દક્ષિણ અને મધ્ય સીરિયામાં અનેક સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. આ હુમલા તે જ સમયે થયા છે જ્યારે ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. રિપોર્ટ અનુસાર, સીરિયાએ ઇઝરાયલની કેટલીક મિસાઇલોને તોડી પાડી હતી.અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
Reporter: admin