નવાયાર્ડ આશાપુરી ગાર્ડનમાં બનેલા ખુનની કોશીષના બનાવમાં સંડોવાયેલ ઇસમોને નાંદોદ તાલુકાના રાયપુરા ગામની સીમમાંથી ૨૪ કલાકની અંદર વડોદરા શહેર પીસીબી.એ શોધી કાઢ્યા છે.
ગઇ કાલ તા.૦૮ના રોજ સાંજે કલાક ૪ વાગ્યે આશાપુરી ગાર્ડન ઓમ રેસીડેન્સીની સામે નવાયાર્ડ, વડોદરા શહેર ખાતે આરોપી ગણેશ વસાવા ગાળો બોલતા હોય જેથી આ કામના ફરીયાદી તથા સાથી સન્નીસીંગ તથા જીગર હરેશ રાજપુત આરોપી સાથે વાતચીત કરવા સારુ ગયેલા તે વખતે આરોપી (૧) ગણેશ વસાવા (૨) રાહુલ પાટીલ (૩) અશોક માયાવંશી (૪) હીરેન સોલંકી જગ્યા પર હાજર હોય અને ફરીયાદી આરોપી ગણેશ વસાવાને પુછેલું કે તમો કેમ મને ગાળો આપોછો તેમ કહેતા ઉપરોક્ત ચારેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદને ગમેતેમ ગંદી ગાળો બોલવા લાગેલ જેથી ફરીયાદી તથા સાથીદારે આરોપીઓને ગાળો બોલવાની ના પાડતા ઉપરોક્ત ચારેય આરોપીઓ વધુ ઉશ્કેરાઇ જઇ અગાઉથી ફરીયાદી તથા મિત્ર ને મારવાના ઇરાદે મારક હથીયારો સાથે સજ્જ થયેલ હોય અને આરોપી ગણેશ વસાવા ફરિયાદી ને જાનથી મારી નાખવાના ઇરાદે પોતાની પાસેની તલવાર વડે માથા પર તથા જમણા પગના પંજા પર તથા નળા પર મારી ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે
તેમજ આરોપી અશોક માયાવંશી નાએ તેના હાથમાં રહેલ ધારીયા વડે ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરતા ફરીયાદી બચાવના તેનો ડાબો હાથ આડો કરતા ફરીયાદીના ડાબા હાથ પર ધારીયુ વાગી જતા ઇજા થયેલ તેમજ સન્નીસીંગ દીલીપસીંગ નાઓને આરોપી રાહુલ પાટીલ નાએ જાનથી મારી નાખવાના ઇરાદે તેની પાસેની હથોડી વડે હુમલો કરી સન્નીને માથાના ઉપરના ભાગે હથોડી મારી ગંભીર ઇજા પહોંચાડેલ છે તેમજ આરોપી ગણેશ વસાવા નાએ પોતાની પાસેની તલવાર વડે સન્નીસીંગ નાઓને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો.
Reporter: News Plus