News Portal...

Breaking News :

દિલ્હીવાસીઓ માટે પાણી નો મોટો પ્રશ્ન ; દિલ્હી માં પાણી ની ગંભીર સમસ્યા છે

2024-06-09 16:28:16
દિલ્હીવાસીઓ માટે પાણી નો મોટો પ્રશ્ન ; દિલ્હી માં પાણી ની  ગંભીર સમસ્યા છે


દિલ્હી માં પાણી ૧૦૫૦ ક્યુસેક ની જગ્યાએ માત્ર ૮૪૦ ક્યુસેક મળી  રહ્યું છે જેને લઇ ને દિલ્હી વાસીઓ ને પાણી ની ગંભીર કટોકટી રહેશે , દિલ્હીવાસીઓ ને આગામી ત્રણ થી ચાર દિવસ માં પાણી ની અછત પડી શકે છે ,


હરિયાણામાંથી મળતા અપૂરતા પાણી ના કારણે દિલ્હી ને પાણી માટે નો મોટો પ્રશ્ન ઉભો થયો છે . જળ મંત્રી આતિશીએ કહ્યું કે એનો ઉકેલ જલ્દી લાવવામાં આવશે .અતિશીએ સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી કહ્યું છે જે જો પાણી ની સમસ્યા નાઈ ઉકેલાય તો સમગ્ર દિલ્હી માં પાણી પુરવઠા ની સ્થિતિ વણસી જશે .દિલ્હી જળ બોર્ડ ની માહિતી મુજબ દરેક WTP ની ક્ષમતા કરતા વધી પાણી આપી રહ્યંક હે પરંતુ વઝીરાબાદ ના નીચલા સ્તર ના કારણે WTP  તેની ક્ષમતા કરતા ઓછું પાણી કલેક્ટ કરી રહ્યું છે , 


જો હરિયાણા સરકાર દિલ્હી ના ભાગ નું પાણી નાઈ આપે તો આગામી દિવસો માં દિલ્હી માં પાણી ની કટોકટી સર્જાશે .જેને લઇ જળ મંત્રી અતિશય એ બવાના સ્થિત મૂનક કેનાલ, કેરિયર લાઈન કેનાલ  અને દિલ્હી સબ બ્રાન્ચ  બે પેટા નહેરોનું નિરીક્ષણ કરી પ્રેસકોન્ફેરેન્સ માં હરિયાણા સરકાર ની ભૂલ હોવાનું જણાવ્યું .તેમને જણાવ્યું કે જ્યાં દિલ્હી માં ૧૦૫૦ ક્યુસેક પાણી છોડવું જોઈએ ત્યાં માત્ર ૮૪૦ ક્યુસેક પાણી છોડી  રહ્યા છે . જેને લઇ ને દિલ્હી ના કેટલાય વિસ્તારો માં પોણી ની કટોકટી સર્જાઈ છે .

Reporter: News Plus

Related Post