વડોદરા : સોમાતળાવ બ્રીજ પાસે જાહેરમાં ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન પર આંકડાઓ મેળવી રૂપીયા ઉઘરાવી આંકડાનો હારજીતનો જુગાર રમાડતા ઇસમને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચએ શોધી કાઢ્યો છે.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા સોમાતળાવ બ્રીજ પાસે પેટ્રોલ પંપ નજીક ચોથાભાઇ ભરવાડ નામનો ઇસમ જાહેરમાં લોકો પાસેથી આંકફરકના આંકડાઓ મોબાઇલ ફોનમાં લખી રૂપીયા ઉઘરાવી આંકડાનો જુગાર રમાડતો હોવાની મહીતી આધારે ટીમે સોમાતળાવ બ્રીજ પાસે પેટ્રોપંપ નજીક રેઇડ કરી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં કોર્ડન કરી આ ઇસમ નામે ચોથાભાઇ ઉર્ફે સોંડો કાવાભાઇ ભરવાડ રહે. ભરવાડવાસ સંતોષવાડી દંતેશ્વર ભાથુજીનગર સામે વડોદરા શહેર મુળ રહે. ગામ બેલા તા. બરવાળા જી. બોટાદની પાસેથી એક મો.ફોન અને રોકડા રૂ.૧૦,૨૩૦/- ની રકમ મળી આવેલ.
મોબાઇલ ફોનમાં જોતાં આંકફરકના આંકડાઓ લખેલ સ્લીપો મળી આવતા આ મોબાઇલ ફોનનો ઉપયોગ આંકફરકના આંકડાઓ લેવા અને લખવા માટે ઉપયોગ કરેલ હોય જેથી આ મોબાઇલ ફોન અને સદર ઇસમ પાસેથી મળી આવેલ રૂપીયા આંકડાઓ પેટે ઉઘરાવેલ રૂપિયા હોવાનુ જણાઇ આવતા આ મળેલ મો.ફોન અને રૂપીયા કબજે કરેલ.આ પકડાયેલ ઇસમે ગ્રાહકો પાસેથી લીધેલ આંકડાઓ રાહુલ નામના ઇસમને મોબાઇલ ફોનથી મોકલી આપતો હોવાનુ જણાવતા જેથી આ અંગે જુગાર એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે ગુનો રજી.કરવા તેમજ આગળની તપાસ માટે મકરપુરા પો.સ્ટેશન સોંપેલ છે.
Reporter: admin