News Portal...

Breaking News :

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ મનુ સંઘવીની બેન્ચ પરથી સિક્યોરિટી કર્મીને નોટોના બંડલ મળી આવ્યા

2024-12-06 13:31:18
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ મનુ સંઘવીની બેન્ચ પરથી સિક્યોરિટી કર્મીને નોટોના બંડલ મળી આવ્યા


દિલ્હી : રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ મનુ સંઘવીની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. 


સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.ખરેખર શુક્રવારે સભાપતિ જગદીપ ધનખડે જાણકારી આપી હતી કે ગઈકાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું કે સીટ નંબર 222 પરથી કેશ મળી આવી છે. આ સીટ તેલંગાણાથી સાંસદ અભિષેક મનુ સિંઘવીને અલોટ કરવામાં આવી હતી. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને એ શરૂ પણ કરી દેવામાં આવી છે.


રાજ્યસભાના અધ્યક્ષે આજે સંસદમાં સીટ નંબર 222 પરથી સિક્યોરિટી કર્મીને નોટોના બંડલ મળી આવ્યા હોવાની અને આ મામલે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણ કરતાં જ મલ્લિકાર્જુને તુરંત જ ઉભા થઈ સલાહ આપી કે, તમે કહી રહ્યા છો કે, આ મામલે તપાસ હાથ ધરી છે, તો જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી નામ જાહેર કરવુ જોઈએ નહીં.સત્તાપક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તાપક્ષને જવાબ આપવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જે.પી.નડ્ડાએ આ મામલાને ગંભીર ગણાવ્યો હતો. આ સાથે ભાજપે તપાસની પણ માગ કરી છે. નડ્ડાએ કહ્યું કે મને આશા છે કે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. જ્યારે આ મામલે ખુલાસો કરતાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ નોટોના બંડલ મારા નથી. ખડગેએ પણ કહ્યું કે તપાસ વગર કોઈના પર આરોપ કેવી રીતે લગાવી શકાય.

Reporter: admin

Related Post