વડોદરા :વિશ્વ વંદનીય સંત વર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કે જેઓનું પ્રાગટ્ય વડોદરા શહેરની નજીકમાં ચાણસદ ગામમાં થયેલ હતું .તેઓના પ્રાગટ્યને ૧૦૩ વર્ષ થઈ રહ્યા છે
ત્યારે તેઓની પ્રાગટ્ય તારીખ ૭ ડિસેમ્બર થી સળંગ ત્રણ દિવસ માટે નારાયણ સરોવર ચાણસદ પુનઃ દીવડાઓ તથા રોશની થી ઝગમગતું થશે. ઉલ્લેખનીય છે કે જે રીતે સમગ્ર વિશ્વમાં અનેકવિધ સ્થળોએ ભગવાન રામના મંદિર આવેલા છે પરંતુ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર તે તમામમાં શિરમોર છે. તે જ રીતે વિશ્વના અનેકવિધ દેશોમાં બીએપીએસના મંદિરો છે પરંતુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદમાં તેઓના ૧૦૩ માં પ્રાગટ્ય પર્વે ગુરુ પૂજન કરવું તે એક વિશેષ અને સીમાચીન રૂપ બની રહે છે.
આ ભાવનાને ચરિતાર્થ કરવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ના પૂજ્ય કોઠારી સ્વામી તથા પૂજ્ય સંતો એ એક આગવું આયોજન કરી આગામી માગસર સુદ આઠમ સોમવાર તારીખ ૯ ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજના ૧૦૩ માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય ગુરુ પૂજનનું નારાયણ સરોવર ચાણસદ ખાતે આયોજન કરેલ છે. તારીખ સાતમી ડિસેમ્બર થી તારીખ નવમી ડિસેમ્બર સળંગ ત્રણ દિવસ સુધી રોશની અને દિવડાઓથી ઝગમગતા આ નારાયણ સરોવરમાં પ્રમુખસ્વામી મહારાજના ૧૦૩માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે નવમી ડિસેમ્બરે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એકત્ર થઈ પ્રમુખસ્વામી મહારાજનું પૂજન કરી ગુરુ અર્ધ્ય અર્પણ કરશે.દેશ ની પવિત્ર નદીઓ ના નીર ધરાવતા નિર માં પ્રતિબિંબિત થતાં હજારો દિપકોથી શોભતા આ સરોવરની મધ્યમાં સેતુ પર ખૂબજ મોટી સંખ્યામાં ગુરુ પૂજન માં સમ્મિલિત ભક્તજનો નો ઉત્સાહ પણ આનંદ ના હિલોળે ચડશે.
Reporter: admin