પ્રયાગરાજઃ પ્રયાગરાજ ખાતે મહાકુંભનો પવિત્ર ઉત્સવ ચાલી રહ્યો છે. મહાકુંભમાં હાલમાં એક પછી એક અકસ્માતોના સમાચાર આવી રહ્યા છે. હવે આજે અહીંના એક મંડપમાં આગ લાગવાના સમાચાર જાણવા મળ્યા છે.
મળતી માહિતી મુજબ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીના મંડપમાં આગ લાગી છે. આગને કારણે લોકોની ચિંતા વધી ગઈ છે.આ અકસ્માત અંગે હજી સુધી વધુ વિગતો જાણવા મળી નથી. મહાકુંભમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીના મંડપમાં લાગેલી આગની કેટલીક તસવીરો સામે આવી છે. આગની જાણ થતા જ અગ્નિશમન દળની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તેમણે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.મહાકુંભમાં આગ લાગવાના કે અન્ય અકસ્માત થવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આવા અકસ્માત થઇ ચૂક્યા છે.
19 જાન્યુઆરીના રોજ મહાકુંભમાં આગ લાગી હતી જેમાં ૪૦થી વધુ ઝૂંપડા અને તંબુઓ બળીને રાખ થઈ ગયા હતા. આ આગ રવિવારના રોજ સાંજે ચાર વાગે લાગી હતી અને તેણે થોડીવારમાં જ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે, આગને સમયસર કાબુમાં લઈ લેવામાં આવી હતી, નહીં તો મોટું નુકસાન થઈ શક્યું હોત.ત્યારબાદ 30 જાન્યુઆરીએ અચાનકમાં સેક્ટર 22 માં આગ લાગી હતી. આ અકસ્માતમાં પણ ઘણા તંબુઓ બળીને રાખ થઈ ગયા હતા. જોકે, અહીં પણ ફાયર બ્રિગેડ સમયસર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ આગમાં પણ કોઈ જાનહાનિ થઇ નહોતી પરંતુ ઘણું આર્થિક નુકસાન થયું હતું.
Reporter: admin