News Portal...

Breaking News :

ઓડિશામાં એક માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા : માલગાડી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ

2025-02-05 13:37:05
ઓડિશામાં એક માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા : માલગાડી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ


રાઉરકેલા: ઓડિશામાં એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. આજે બુધવારે સવારે રાઉરકેલાના માલગોડાઉન બસ્તી વિસ્તારમાં એક માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.  


માલગાડી પાટા પરથી ઉતરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ જેના કારણે રૂટ પર રેલ વ્યવહાર ખોરવાયો હતો. આ ઉપરાંત ફાટકથી થતા માર્ગ વ્યવહારને પણ અસર થઇ છે.અહેવાલ મુજબ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને નજીકના વિસ્તારમાં ઘૂસી ગયા. આ અકસ્માતને કારણે માલગોડાઉન રેલ્વે ફાટક અને બસંતી રોડ વચ્ચેનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોને હાલાકી પડી હતી. 


રેલવે અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ડબ્બાઓને દૂર કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, “પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત રેલ્વેના કોઈ ટેકનિકલ ઓપરેશનમાં ખામીને કારણે થયો હતો. અત્યાર સુધી આ અકસ્માતમાં જાનહાનીના કોઈ અહેવાલ નથી, કોઈ ધાયલ પણ નથી થયું. પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આ રેલ્વે રૂટ પર રેલ ટ્રાફિક સરળતાથી ચાલવા લાગશે.”

Reporter: admin

Related Post