આ ખમણ બનાવવા માટેની સામગ્રીમાં 700 ગ્રામ ચણાની દાળ, એક ચમચી આદુ- મરચાની પેસ્ટ, છીણેલું નાળિયેર, રાઈ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, ચપટી હિંગ, સમારેલી કોથમીર, ચપટી ખાવાનો સોડા જરૂરી છે.
ચણાની દાળને રાત્રે પલાળી સવારે તેનુ પાણી નિતારી મિક્ષર જારમાં વાટી લેવી. તેમાં તેલ અને સોડા ઉમેરી ફીણી લેવી. ત્યારબાદ તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ ઉમેરી આથો આવવા દો. જયારે આથો આવે પછી થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લેવા.
15 મિનિટ ઠંડુ થયા પછી તેને કાપી લેવા. હવે એક જાડા તડીયા વાળી કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ ઉમેરી તતડાવી લેવા . આ તેલને ખમણ પર નાખી હલાવી લો. સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે ખાઈ શકાય છે.
Reporter: admin