વડોદરા: છાણી નર્મદા કેનાલ પર સોલાર પેનલ પર કામ કરતા યુવાન નું મોત થયું છે.

40 વર્ષીય મૂળશંકર માળી નું કામ કરતી વખતે કેનાલ માં પડી જતા મોત થયું હતું.મેઘા એન્જિનિયરિંગ પાસે સોલાર પેનલ નો કોન્ટ્રાકટ છે.પરિવારજનો એ આક્રોશ વ્યક્ત કર્યો.ઓફિસ બોય તરીકે મૂળશંકર ફરજ બજાવતા હતા.તેમ છતાં ટેક્નિશિયન નું પણ કામ કરાવતા હતા. સોલાર પેનલ પણ સાફ કરવાની કામગિરી અપાતી હતી.

ગત 4 તારીખ ના રોજ સોલાર સાફ કરતી વખતે કેનાલ માં પડી જતા મોત થયાની આશંકા છે.કેનાલમાંથી મૃતદેહ તરતો મળી આવતા ઘટનાની જાણ થઈ હતી.કમ્પની પાસે વળતર અને કોન્ટ્રકટર સામે સખત કાર્યવાહી ની માંગ કરાઈ છે.7 મહિના પહેલા પણ એક કર્મચારીનું સોલાર સાફ કરતી વેળા પડી જતા મોત થયું હતું. કોન્ટ્રકટર સેફટી વગર કામ કરાવતા હોવાના આરોપ મુકાયા છે.


Reporter: admin