વડોદરા: શહેર દક્ષિણ ઝોન માર્કેટ વિસ્તારમાં આવેલા ઇલેક્શન નંબર વોર્ડ 17 અને 19 માં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગત મહિને પૂર્વ નગર સેવકના પુત્રની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું દબાણ શાખાની ટીમ દ્વારા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં રોજબરોજ શાખા ની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધોરણમાં આવી રહી છે

આજરોજ વડોદરા શહેર ઇલેક્શન નંબર 17 અને 19 માં આવેલા વિસ્તાર તરસાલી શાકમાર્કેટ ખાતે હંગામી ધોરણના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા ની ટીમ અને સ્થાનિક પોલીસ અને ગોળ ઓફિસર ની ઉપસ્થિતિમાં ગેરકાયદેસરો દબાણો દૂર કરવાની પ્રક્રિયામાં આવી હતી.





Reporter: admin