News Portal...

Breaking News :

શિવ શક્તિ ગ્રુપ દ્વારા મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન શિબિર

2024-12-06 12:01:29
શિવ શક્તિ ગ્રુપ દ્વારા મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન શિબિર


વડોદરા : શહેરના વાઘોડિયા રોડ ખાતે શિવ શક્તિ ગ્રુપ દ્વારા મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.



શિવ શક્તિ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આજરોજ શિવ શક્તિ ગ્રુપના પ્રમુખ રાજદીપ ભાઈ લેઉવા ના જન્મદિવસ નિમિત્તે નિશુલ્ક મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે ડભોઇ વાઘોડિયા રીંગ રોડ પર આવેલી નારાયણ રિટ્રીટ સોસાયટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રક્તદાન એ જ મોટું દાન છે તે નિમિત્તે રક્તદાન શિબિર  નું આયોજન કરવામાં આવ્યું હતું 


ત્યારે આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુજી વેંકટેશાચાર્યજી ની પધરામણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે વિસ્તારના સ્થાનિક ભાજપના કાઉન્સિલર  ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિવ શક્તિ ગ્રુપના મેમ્બરો હાજર રહ્યા હતા અને વિસ્તારના રહીશો દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો અને રક્ત આપીને સાથ સહકાર આપ્યો હતો તે જ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post