News Portal...

Breaking News :

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML)ની ૬ મેચો કોટંબી સ્ટેડીયમ ખાતે યોજાશે.

2025-02-05 19:54:50
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML)ની ૬ મેચો કોટંબી સ્ટેડીયમ ખાતે યોજાશે.




વડોદરા, 5મી ફેબ્રુઆરી, 2025: ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML)ની મેચો કોટંબી સ્ટેડીયમ ખાતે યોજાશે. બરોડા ક્રિકેટ એસોસિએશનએ આજે આ જાહેરાત કરી છે . રમતના આઇકોન્સ દર્શાવતી અત્યંત અપેક્ષિત એવી આ IML ટુર્નામેન્ટ 22મી ફેબ્રુઆરી, 2025થી 16મી માર્ચ, 2025 દરમિયાન યોજાશે. જેની શરૂઆત નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમ, ઇન્ડિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે ટૂર્નામેન્ટની શરૂઆત થશે.



જેમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેકસ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન જેવા માસ્ટર્સને તેમની સંબંધિત ટીમોનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી આવા મહાન ખેલાડીઓ નું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી ૬ મેચો યોજાશે જેમાં ભારત, ઇંગ્લેન્ડ, શ્રીલંકા ના મહાન ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે.




બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, 'અમે વડોદરામાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું સ્વાગત કરવા ઉત્સુક છીએ BCA સ્ટેડિયમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને ક્રિકેટ જગતના મોટા રમતવીરો પૈકી આ લીગ રમી રહેલા મહાન ખેલાડીઓ ને આવકારવા બીસીએ સંપૂર્ણપણે તૈયાર છે. વડોદરા અને ગુજરાતના ચાહકો અદભૂત લીગ માટે તૈયાર છે કારણ કે માસ્ટર્સ ફરી એકવાર મેદાનમાં ઉતરશે અને દર્શકોને તેમની તેજસ્વીતાથી મંત્રમુગ્ધ કરશે."
નવી મુંબઈમાં પાંચ મેચો પછી, IML હવે વડોદરા આવશે, ત્યારબાદ મેચ રાયપુર જશે. રાયપુર સેમી ફાઈનલ અને ફાઇનલની પણ યજમાની કરશે.

Reporter: admin

Related Post