સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં સંતોની ધર્મશાળામાં આવેલ અ.મૂર્તિ.સ.ગુ. ગોપાળાનંદ સ્વામીના આસને બુધવારના રોજ તેઓના ૨૪૪માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભાવવંદના કરવામાં આવી હતી.
આ પ્રસંગે વૃંદાબેન નીલેશભાઇ ઠક્કર તથા તારાપુરના પ.ભ.ગોવિંદભાઇ ચુનીભાઇ ઠક્કર પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઉજવણી અંતર્ગત સાંજે સંતોને જમાડવા સંત રસોઇ પણ આપવામાં આવી હતી.વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજીએ અ.મૂ.સ.ગુ.ગોપાળાનંદ સ્વામીના ૨૪૪મા પ્રાગટ્યદિનની માહિતી આપના જણાવ્યું હતું કે યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એક સિદ્ધ પુરૂષ હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીને અક્ષરમૂર્તિ તરીકે લેખવામાં આવ્યા છે સ.ગુ.ગોપાળાનંદ સ્વામીનો જન્મ ટોડલા ગામે વિ.સંવત ૧૮૩૭ સ્વામીનો જન્મ ટોડલા ગામે વિ.સંવત ૧૮૩૭ મહાસુદ ૮ ને સોમવારના રોજ થયો હતો. સ્વામીનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ ભટ્ટ હતુ. અને તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ કુળના હતા. સ્વામી બાળપણથી જ તેજસ્વી અને ઐશ્વર્ય યુક્ત હતા. તેઓએ યોગવિદ્યાનો ગહન અભ્યાસ કર્યો હતો. અને તેમાં સિદ્ધી મેળવી હતી.
સમાધિમાં અતિ નિપુણતા જોઇ લોકો તેમને સમાધિમાં અતિ નિપુણતા જોઇ લોકો તેમને યોગીરાજ કહીને સંબોધતા હતા. તેઓની અષ્ટાંગયોગી તરીકે ગણના થતી હતી.ગઢપુર ખાતે શ્રીજી મહારાજે વિ.સંવત ૧૮૬૪ ના રોજ દિક્ષા આપી હતી. અને તેઓનું ગોપાળાનંદસ્વામી એવુ નામકરણ થયું હતું. વડતાલ ખાતે શ્રીજી મહારાજે અમદાવાદ અને વડતાલ એમ બે દેશના ગાદીના આચાર્યોની જવાબદારી સ્વામીને સોંપી હતી.બુધવારે સવારે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને પૂ.મોટા લાલજી સૌરભપ્રસાદદાસજી, ચેરમેન દેવપ્રકાશસ્વામી, પૂ.નૌત્તમપ્રકાશદાજી, ગોવિંદસ્વામી, વલ્લભસ્વામી, હરિચરણસ્વામી, લક્ષ્મીનારાયણસ્વામીના હસ્તે હરિયાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તારાપુરના પ.ભ.લાલાભાઇ ઠક્કર પરિવાર દ્વારા હરિયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ. યજ્ઞની પુર્ણાહુતિ સાંજે ૫.૩૦ કલાકે કરવામાં આવી હતી. સાંજે ૬.૩૦ થી ૮.૩૦ સુધી મહામંત્ર ધૂન તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વ્યવસ્થા પૂ.શ્યામવલ્લભસ્વામીએ સંભાળી હતી.
Reporter: admin