વડોદરા: શહેરમાં આવેલી પ્રખ્યાત મસ યુનિવર્સિટીમાં નર્યો સગાવાદ ચાલી રહ્યો હોવાનું યુનિવર્સિટી વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.
મસ્ત યુનિવર્સિટી કેમ્પસમાં થઈ રહેલી ચર્ચાઓ અનુસાર કોમર્સ ફેકલ્ટીમાં ડીનની નિમણૂક અંગેના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા ત્યારે ઇન્ટરવ્યૂ કમિટીમાં હાજર એક્સ ડીન દ્વારા પોતાના ખૂબ નજીકના ગણાય તેવા સગાનો ઇન્ટરવ્યૂ લીધો હતો.
યુનિવર્સિટી વર્તુળમાં થતી કાના ફુસી મુજબ ઇન્ટરવ્યૂ આપનાર અને લેનાર વ્યક્તિ ઓ વચ્ચે સાળા બનેવી નો સંબંધ હોવાનું ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
યુનિવર્સિટીના નિયમ મુજબ કોઈપણ જાત પદાધિકારી એ ભલે ડીન હોય કે વાઇસ ચાન્સેલર તે ઇન્ટરવ્યૂ કમિટીમાં હાજર રહી શકે નહીં કે ઇન્ટરવ્યૂ લઈ શકે નહીં , આ નિયમનું પાલન થયું છે કે નહીં તે તપાસનો વિષય બન્યું છે.
Reporter: admin