News Portal...

Breaking News :

ઈરાન તરફથી 100થી વધુ મિસાઈલોથી ઈઝરાયલ ઉપર હુમલો : ભારતીય દૂતાવાસની એડવાઇઝરી જાહેર

2024-10-02 00:08:05
ઈરાન તરફથી 100થી વધુ મિસાઈલોથી ઈઝરાયલ ઉપર હુમલો : ભારતીય દૂતાવાસની એડવાઇઝરી જાહેર




વડોદરા : ઈરાન તરફથી 100થી વધુ મિસાઈલોથી ઈઝરાયલ ઉપર હુમલો કરાયો છે. નાગરિકોને બોમ્બ શેલ્ટર મોકલાયા છે. આખા ઈઝરાયલમાં રોકેટ અલાર્મ વાગી રહ્યા છે. ઈરાનના હુમલા બાદ અમેરિકા રક્ષા મંત્રીએ કહ્યું કે, ઈઝરાયલની સુરક્ષા માટે તૈયાર છીએ. ઈરાનના હુમલાથી લડવામાં સક્ષમ છીએ.  



ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, દેશ અને રાજ્યોમાં બિનજરૂરી મુસાફરી ટાળો અને સુરક્ષિત આશ્રયસ્થાનોની નજીક રહો. દૂતાવાસ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. કોઈપણ કટોકટીના કિસ્સામાં, તમે 24/7 હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો. આ હેલ્પલાઈન છે +972-547520711, +972-543278392.



ઈરાન તરફથી ઈઝરાયલ પર મંગળવાર (1 ઓક્ટોબર) રાત્રે અનેક મિસાઈલો છોડવામાં આવી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ તરફથી પુષ્ટિ કરાઈ છે કે ઈરાને ઈઝરાયલ તરફ અનેક મિસાઈલો લોન્ચ કરી છે, જ્યારે આ પહેલા ઈઝરાયલના શહેર તેલ અવીવમાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન ઓછામાં ઓછા 10 ઈઝરાયલના લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે, જેમાંથી ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Reporter: admin

Related Post