સાવલી વિધાનસભા મતવિસ્તારમાં આવતા વાસણા કોતરીયા ગામે જાગૃત નાગરિક દ્વારા પંચાયતના સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં વિકાસ ના અધૂરા કામો કરીને જ્યારે કેટલાક ધૂપલ કામોબબતાવીને નાણા ઉઠાવી લઈને ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરીને જિલ્લા વિકાસ અધિકારી ને પત્ર પાઠવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે
સાવલી વિધાનસભામાં આવતા વાસણા કોતરીયા ગામે રહેતા સોલંકી દિલીપભાઈ રમણભાઈ રહે સરપંચ વાળુ ફળિયું વાસણા કોતરીયા એ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ચાલતા વિકાસના કામો પેવર બ્લોક આરસીસી તેમજ બાંધકામ સહિત ના કામો સંજય સરપંચ પંચાયત બોડી અને તલાટી કમ મંત્રી પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને કામ આપતા ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી હતી અને ગામના વિકાસના કામો બાબતે આરટીઆઇ દ્વારા માહિતી માગી હતી.
જેમાં પંચાયત દ્વારા માહિતી અંતર્ગત કુલ 23 કામો માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હોય તેવી વિગત સાથે માહિતી અરજદાર ને આપવામાં આવી હતી જેમાં અરજદાર દિલીપ સોલંકી એ પંચાયતની વિગત પ્રમાણે ગામમાં સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા વિકાસના કામોમાં મસ મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો અને વાસણા ગામે ગરીબ મજૂર કલ્યાણ કેન્દ્ર બનાવવા માટે ચાર લાખ ૯૦ હજાર રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે તે નામનું સમગ્ર ગામમાં કોઈ સ્થળ જ નથી જ્યારે ગામમાં કુવારી વગામાં પેવર બ્લોક નું કામ થયા વગર ૨,૫૦ લાખ રૂપિયા વહાણવટી માટેના મંદિરે પેવર બ્લોક નું કામ ૫૦ ટકા થયું છે અને ૨,૫૦ લાખ જ્યારે કટકા તલાવડી ખાતે રમણભાઈ છગનભાઈ ના ઘર પાસે સિંગલ ફેજ બોર મોટર નું કામ રૂપિયા ૧,૭૧ લાખની કિંમતનું ગોચરની જગ્યામાં કરવામાં આવેલ છે પણ આ બોર નો ઉપયોગ અંગત ઉપયોગ તરીકે ખેતી માટે પાણી વપરાઈ રહ્યું છે જ્યારે મલોડી માતા ના મંદિર પાછળ આવેલ બોરવેલ જે વર્ષો જુનો બંધ હાલતમાં છે તે દર્શાવીને ૩,૦૦૦૦૦ રૂપિયા જ્યારે કુંવારી વગા વિસ્તાર માં ૩૦ ટકા પાઇપ લાઈન નાખીને ૪,૫૬,૪૧૫ રૂપિયા જ્યારે છેલ્લા ફળિયા માં ભીખાભાઈ પ્રભાત ભાઇ ના ઘર પાસે ખાનગી જગ્યા માં રૂપિયા ૨,૬૨,૫૯૬ રૂપિયાનો ખર્ચો બતાવવાનો આક્ષેપ કરીને પંચાયતના લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નો આક્ષેપ સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર સામે લગાવીને કાર્યવાહીની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે જ્યારે નરેન્દ્ર ભાઈ મકવાણા નામના નાગરિકે વહાનવટી માતાનું મંદિરમાં માત્ર 50 મીટર નું પેવર બ્લોક નું કામ કરીને અઢી લાખ રૂપિયા ઉપાડી લીધા છે જે ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે
Reporter: admin