News Portal...

Breaking News :

વડોદરાની શિક્ષણ સમિતિની શાળા ૧૮ શિક્ષક વિપિનની વિઝા કેસમાં સંડોવણી

2025-02-03 11:43:20
વડોદરાની શિક્ષણ સમિતિની શાળા ૧૮ શિક્ષક વિપિનની વિઝા કેસમાં સંડોવણી


વડોદરા : સુરત ખાતે ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા આપવાની લાલચ આપીને પાલ આરટીઓ સામે આવેલી માર્વેલ બિઝનેસ હબમાં ગૌતમી ઇમિગ્રેશન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે ત્રણ જણા પાસેથી રૂ.24 લાખ પડાવી લઈને છેતરપિંડી આચરી હતી. 


આ મામલે ગત 30 જાન્યુઆરીએ સુરત અડાજણ પોલીસે પ્રમોદકુમાર યાદવ, રામકુમાર બંને (બંને મુળ ઉત્તરપ્રદેશના તથા અંજલી શાહ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.આ કેસ અંગે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અંજલીએ તેનું ખોટું નામ રજૂ કર્યું હતું. તે પોતે અંજના મોર્યા છે, તેનો પતિ વિપિન બુદ્ધિરામ મોર્યા (રહે, રાજેશ્વર ગોલ્ડ, હરણી) વડોદરાની શિક્ષણ સમિતિની શાળામાં 18 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. 


જોકે આ કેસમાં વિપિનની પણ સંડોવણી સામે આવી હતી. પોલીસે વિપિનને પકડી કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રવિવારે વિપિનના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરાયો હતો. આરોપીઓના 1 દિવસના રિમાન્ડ, એકાઉન્ટ ફ્રિઝ કરાશે વિપિનની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવાયા હતા. વિપિનના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરાયો છે. આરોપીના બેંક ખાતા પણ ફ્રિઝ કરવાની કાર્યવાહી કરાશે. તેમ પી.જે.સોલંકી, અડાજણ પોલીસ સ્ટેશનએ કહ્યું હતું.

Reporter: admin

Related Post