કડી : તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું.

1947માં સ્થાપિત આ શાળાના નવા મકાનનું નિર્માણ દોઢ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. શાળાના 80 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નીતિન પટેલે જણાવ્યું કે, છેલ્લા 30-35 વર્ષમાં પાટીદાર સમાજમાં આર્થિક સમૃદ્ધિ આવી છે. કડી વિસ્તારમાં જમીનોની કિંમતો એક કરોડથી પાંચ કરોડ સુધી પહોંચી છે, જેના કારણે અમદાવાદના બિલ્ડરો પણ આ વિસ્તાર તરફ આકર્ષાયા છે.ભાજપમાં છું કહો એટલે અધિકારીઓ કામ કરી આપે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું જ નથી, અહીં બેઠેલા જે પણ વ્યક્તિ જોડે પાંચ વીઘા જમીન હોય તો 10 થી 15 કરોડના આસામી કહેવાય, પહેલા મહેનત કરીને આપવું પડતું હતું, અત્યારે ભગવાને એવું ગોઠવું છે કે, બધું ઓટોમેટીક જ વધી જાય, હું બધા બિલ્ડરો અને દલાલોને ઓળખું છું, જમીનોના દલાલો મોટર સાયકલ લઈને ફરે પાનના ગલ્લા ઉપર, મેઢા ચોકડી હોય, અમારા કડીનો કરણનગર રોડ હોય, બધા દલાલો હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે.

ઉમિયા માતાજીના આશીર્વાદ છે.ગામનું એક પણ ઘર એવું નહિ હોય કે મને નહીં ઓળખતું હોય વધુમાં તેમને જણાવ્યું હતું કે, ગામનું એક એક ઘર એવું નહિ હોય કે મને નહીં ઓળખતું હોય, અને હું તમને એ પણ કહી દઉં કે આ બધું બોલી શકું છું અને આ બધું જે કર્યું છે તે મારી શક્તિથી નહીં પણ તમારા બધાના આશીર્વાદથી. સરકારમાં અમે બધા બેઠા છીએ એટલે આ બધું કરી શકીએ છીએ આ બધું જ જે શરૂ થયું તે આપણા બધાના સહયોગથી શરૂ થયું છે આપણે બધા આપણી સત્તા આવી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, સરકારમાં અમે બધા બેઠા છીએ એટલે આ બધું કરી શકીએ છીએ એટલે કઈ જમીનોની દલાલી થી થયું નથી, આ બધું કરદા કરદી કરીને નથી થતું, અને લોકોનું કરી નાખીને નથી થયું, આ બધાના પ્રેમથી થયું છે. બધાનો પ્રેમ મળે તે જ સાચો નેતા કહેવાય, હોદ્દો મળેએ નહીં હોદ્દો તો અનામતના કારણે પણ મળે, હોદ્દા મળવા એ મોટી વાત નથી, પણ પોતાને સફળ બનાવો તેમ કંઈ દાખલો આપતા તેમને જણાવ્યું હતું કે,શિક્ષક નોકરી કરે, મામલતદાર, પીએસઆઇ સરકારી નોકરી કરે, એ તો કરે તેમને તો સરકારી પગાર લેવાનો છે, એ કંઈ નવી વાત નથી. આ કાર્યક્રમમાં ગ્રામજનો વિદ્યાર્થીઓ આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin