News Portal...

Breaking News :

યોગાચાર્ય હરીશભાઈ વૈધ દ્વારા અટલાદરા પ્રજાપતિ બ્રહ્માકુમારી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

2025-06-21 14:06:31
યોગાચાર્ય હરીશભાઈ વૈધ દ્વારા અટલાદરા પ્રજાપતિ બ્રહ્માકુમારી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી


આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અટલાદરા પ્રજાપતિ બ્રહ્માકુમારી ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હ્તી.  


આ પ્રસંગે યોગાચાર્ય હરીશભાઈ વૈદ્યના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની યોગ કસરતો કરાવી અને દરેક કસરતના ફાયદા અને તે કયા રોગને મટાડવામાં કેવી રીતે મદદ કરે છે તે વિગતવાર સમજાવ્યું. હતુસેવા કેન્દ્રના ડિરેક્ટર બીકે ડૉ. અરુણાબેન  પોતાની શુભકામનાઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યોગએ આપણા શરીર અને મન બંનેને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટેનું શ્રેષ્ઠ જ્ઞાન છે, તેને અપનાવીને આપણે એક મજબૂત સમાજ અને સુવર્ણ સ્વથ ભારત બનાવવાના શુભ સંકલ્પ સાથે આગળ વધવું જોઇએ. 


યોગ દિવસના શુભ પ્રસંગે, ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત રીતુબેન, મિતલબેન , જ્ઞાન યજ્ઞ શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ પંડ્યા અને ઉદ્યોગપતિ મિલનભાઈ કોલ્હે, હરીશભાઈ તથા ૨૦૦ ભાઈઓ બહેનોએ અને શાળાની ૪૦ વિદ્યાર્થિનીઓએ વિવિધ યોગ કસરતો પ્રાણાયામ કર્યા અને મૂલ્યવાન માહિતીનો લાભ લીધો.પ્રસંગે મોટી સંખ્યામાં યોગ સાધકો તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હ્તા. હરીશભાઈ, રીતુબેન, મિત્તલબેન ઉપસ્થીત રહ્યા હતા. બી.કે. પૂનમ બહેને બધા મહેમાનો અને ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Reporter: admin

Related Post