અધિક કલેકટર ગોપાલ બામણીયાની અધ્યક્ષતામાં આગામી ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૧મી જૂન - ૨૦૨૫ "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણીનાં સુચારૂ આયોજનના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન શ્રી મુકેશ પુરીની સૂચનાથી અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરાના માર્ગદર્શનમાં આજરોજ અધિક કલેકટર ગોપાલ બામણીયાની અધ્યક્ષતામાં વહીવટી કાર્યાલય,એકતા નગર ખાતે કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. આયોજનના ભાગરૂપે ઉજવણીની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે ૨૧મી જૂને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થાય અને બહોળી સંખ્યામાં લોકો ભાગીદાર બની યોગ કરે તે જોવા અનુરોધ કર્યો હતો અને સુંદર અને સુવ્યવસ્થિત કાર્યક્રમો યોજાય તે આવશ્યક છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવણી માટે સમિતિની રચના કરવામાં આવી છે તેમણે પોતાની જવાબદારીઓ સંપૂર્ણ રીતે કરવા સલાહ-સૂચનો આપ્યા હતાં.આ બેઠકમાં અધિક કલેકટર દર્શક વિઠલાણી, અધિક્ષક ઈજનેર શુભમ ગોયલ, નાયબ કલેકટર ડૉ. પંકજ વલવાઇ, અભિષેક સિન્હા,નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, આર.બી. બારડ,Cisf ના આસિસ્ટન્ટ કમાનડન્ટ જશવંતસિંગ,ACF હીરાભાઈ રાઠવા જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.બી.દેસાઈ,ગુજરાત યોગ બોર્ડના ઝોનલ કો-ઓર્ડીનેટર શ્રી રાજેશ પંચાલ અને જિલ્લા કો ઓર્ડીનેટર વસંત વસાવા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.
Reporter: admin







