વડોદરા શહેરના કમાટી બાગ ખાતે જોય ટ્રેનના ટ્રેકની આસપાસ આખરે તંત્ર દ્વારા ગ્રીલ લગાવામાં આવી રહી છે.

વર્ષોથી આ જોય ટ્રેનનો રેલવે ટ્રેક ખુલ્લો જ હતો પણ નઘરોળ તંત્રએ તેની સામે આંખ આડા કાન કર્યા હતા પણ આખરે તાજેતરમાં એક બાળકીનું મોત થયા બાદ સવાલો ઉભા થતાં કોર્પોરેશન તંત્ર આખરે જાગ્યું હતું અને ટ્રેનના ટ્રેકની આસપાસ લોખંડની ગ્રીલ લગાવાનું કામ શરુ કરાયું છે. થોડાક દિવસ પહેલાં જોય ટ્રેન ની અડફેટે બાળકીનું મોત થયું હતું અને જોય ટ્રેન બંધ કરવામાં આવી હતી.હવે બીજો કોઈ બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ગ્રિલ લગાવાની કામગીરી કરવામાં આવી રહી છે.
કમાટી બાગ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ બાળકો સાથે ત્યાં ફરવા આવતા હોય છે અને આ જોય ટ્રેન માં લોકો કમાટી બાગ ની સવારી કરતા હોય છે. ત્યારે આ જોય ટ્રેન જ્યાં જ્યાં થી પ્રસાર થાય છે ત્યાં ખુલ્લી જગ્યા પર તંત્ર દ્વારા ગ્રિલ લગાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બીજો કોઈ બનાવ ન બને તેની તકેદારી ના ભાગરૂપે તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: admin