News Portal...

Breaking News :

દિલ્હીના બદલે સંસદ સત્રો સ્વચ્છ હવા અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ગાંધીનગર, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ અને દેહરાદૂન જેવા શહેરોનો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ

2025-12-11 16:22:49
દિલ્હીના બદલે સંસદ સત્રો સ્વચ્છ હવા અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ગાંધીનગર, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ અને દેહરાદૂન જેવા શહેરોનો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ


દિલ્હી: હવાનું પ્રદૂષણ સૌથી વધુ હોય ત્યારે દિલ્હી માં સંસદ સત્રો યોજવાથી જીવન જોખમમાં આવી જાય છે. જો આપણે આ જોખમ ટાળવું હોય તો દિલ્હીના બદલે સ્વચ્છ હવા અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ગાંધીનગર, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ અને દેહરાદૂન જેવા શહેરોનો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ. 


ઓડિશાના રહેવાસી સાંસદ મંગરાજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન ‘દિલ્હી પ્રદૂષણ’નો મુદ્દો ઉઠાવી દિલ્હી અને ઓડિશાની તુલના કરી છે. તેમણે કહ્યું કે, ‘કુદરતી આફતો સામે લડવા માટે ઓડિશા કુશળ કામગીરી કરતું રહ્યું છે, તેથી દિલ્હીના વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે ઓડિશાની જેમ કામ કરવાની જરૂર છે. ઓડિશા ચક્રવાત-પૂર-કુદરતી આપત્તિઓ સામે સતત લડતું રહ્યું છે, હું જાણું છું કે સંકટ કેવું દેખાય છે. પરંતુ જે વસ્તુ મને પરેશાન કરે છે તે છે... 


રાજધાની દિલ્હી...’બીજૂ જનતા દળ (BJD)ના રાજ્યસભા સભ્ય માનસ રંજન મંગરાજે (Manas Ranjan Mangaraj) રાજધાનીમાં દર વર્ષે વધી રહેલા પ્રદૂષણને ‘માનવસર્જિત આપત્તિ’ ગણાવી છે. તેમણે જ્યાં સુધી દિલ્હીમાં હવામાન ન સુધરે ત્યાં સુધી શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હીની બહાર કોઈ અન્ય સ્થળે યોજવાની અપીલ કરી છે.

Reporter:

Related Post