News Portal...

Breaking News :

મોરોક્કોમાં ચાર માળની બે રહેણાંક બિલ્ડિંગો અચાનક ધરાશાયી જતા 19 લોકોના મોત

2025-12-11 15:44:56
મોરોક્કોમાં ચાર માળની બે રહેણાંક બિલ્ડિંગો અચાનક ધરાશાયી જતા 19 લોકોના મોત


મોરોક્કો: ઉત્તરી આફ્રિકન દેશ મોરોક્કોમાં દર્દનાક દુર્ઘટના બની છે. અહીં મસ્સિરા-જૌઆધા જિલ્લામાં ચાર માળની બે રહેણાંક બિલ્ડિંગો અચાનક ધરાશાયી જતા 19 લોકોના મોત થયા છે. 


રિપોર્ટ મુજબ કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.આ દુર્ઘટનામાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. રાતભર ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.પ્રારંભિક અહેવાલ મુજબ, રહેણાંક બિલ્ડિંગો જર્જરીત સ્થિતિમાં હતી, જેના કારણે દુર્ઘટના બની હોવાની સંભાવના છે. 


મોરોક્કોમાં અગાઉ ઓક્ટોબરમાં કાસાબ્લાન્કા અને મે 2025માં ફેસમાં પણ બિલ્ડિંગો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા, જેમાં અનેક લોકોના મોત થયા હતા.સરકારે અગાઉ જર્જરીત બિલ્ડિંગોને સુધારવાનું વચન આપ્યું હતું. ગયા વર્ષે જ મારાકેશ અને આસપાસના વિસ્તારોમાં 1200થી વધુ નબળી બિલ્ડિંગની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી ઘણી સપ્ટેમ્બર 2023માં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે વધુ જોખમી બની ગઈ હતી.

Reporter: admin

Related Post