ઠંડીમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ, નિરાધારોને હુંફ યજ્ઞનો પ્રારંભ : ૨૦૦૦ ધાબાળા વિતરણ કરવામાં આવશે

શિયાળાની ઠંડીમાં આશાનું ઓઢાણ, ઇન્ટરફેસ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા જરૂરિયાતમંદ અને શ્રમજીવી લોકોને ધાબળા વિતરણ સેવાની હુંફ યજ્ઞનૉ પ્રારંભ કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશનના સભ્યો દ્વારા રાત્રી દરમ્યાન નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શિયાળાની ઋતુમાં ઠંડીને ધ્યાનમાં રાખીને સેવા ની હુંફ અભિયાન અંતર્ગત બૅ હજાર ધાબળા નું વિતરણ કરવામાં આવે છે.

ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનના તરંગ શાહ અને આશય શાહ જણાવે છે કે આ અભિયાન અંતર્ગત વડોદરા ઉપરાંત વિવિધ અશકતા આશ્રમ ઘરડાઘર, અનાથ આશ્રમ સહીત ના ધાર્મિક આશ્રમ અને નર્મદા પરિક્રમાં કરતા ભાવિક ભક્તો ને આપી આશીર્વાદ પ્રાપ્ત થઇ રહયા છે. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે જરુરીયાત બાળકોને ચોપડા, પાઠ્યપુસ્તકો દફતર , વિતરણ સહિત અનેક સેવાકાર્યોમાં સક્રિય છે દિવાળીના દિવસોમાં ગ્રામ્ય વિસ્તાર ની શાળા ના બાળકોને મીઠાઈ અને ફરસાણ ની કિટ ની ભેટ આપવામાં આવે છે.


Reporter: admin







