News Portal...

Breaking News :

બચાવ રાહતની બોટ તથા સાધનોનું સુરસાગર તળાવમાં મ્યુનિ. કમિશનરની આગેવાનીમાં નિરીક્ષણ

2025-06-17 18:11:01
બચાવ રાહતની બોટ તથા સાધનોનું સુરસાગર તળાવમાં મ્યુનિ. કમિશનરની આગેવાનીમાં નિરીક્ષણ


વડોદરા : ચોમાસામાં આકસ્મિક સંજોગોમાં બચાવ રાહતની કામગીરી માટે બોટ તથા સાધનોનું સુરસાગર તળાવમાં મ્યુનિ. કમિશનરની આગેવાનીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.



ગત વર્ષે વડોદરા શહેરમાં બે વાર આવેલ પુરે ભારે તારાજી સર્જી હતી.આ પૂર દરમિયાન પાલિકા તંત્રે ખરીદેલી બોટ કામમાં ન આવતા સમગ્ર મામલે પાલિકા તંત્ર પર માછલાં ધોવાયા હતા સાથે જ બોટની ખરીદી થી તેની જાળવણી પર ભ્રષ્ટાચાર ના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ વર્ષે કોઇપણ પ્રકારની વરસાદી પૂર અથવાતો તો વાવાઝોડા જેવી પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષાના ભાગરૂપે આજરોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની આગેવાનીમાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ગંગા સિંઘ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 24 બોટના પરીક્ષણના ભાગરૂપે શહેરના સુરસાગર તળાવમાં પ્રથમ તબક્કામાં 8 બોટનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે જ  વૃક્ષો,ઝાડીઓ સહિતના કટિંગ માટેના સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફાયરબ્રિગેડના જવાનો સાથે મ્યુનિસિપલ કમિશનર જાતે બોટ પરિક્ષણ કર્યું હતું અને ઇમરજન્સી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા તેની તૈયારીઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

Reporter: admin

Related Post