લીબુંનું અથાણું બનાવવા માટેની સામગ્રીમાં 1 કિલો લીબું, હળદર, મીઠુ જરૂર પ્રમાણે, દોઢ કિલો ખાંડ, 1 ચમચી લાલ મરચું જરૂરી છે.
લીબુંના 4 ટુકડા કરી, મીઠાં અને હળદરમાં 15 દિવસ રાખવા અને રોજ હલાવી મિક્સ કરવા. ત્યારબાદ લીબુંના નાના ટુકડા કરવા, બીયા કાઢી નાખવા, અને થાળીમાં છુટા કરવા.
ખાંડ ડૂબે એટલું પાણી લઇ 2 તારની ચાસણી કરવી, ચાસણી ઠંડી પડે એટલે તેમાં મીઠુ અને લાલ મરચું ઉમેરી લીબુંના ટુકડા નાખવા. આ બધું બરોબર હલાવી બરણીમાં ભરવું.
Reporter: admin