સામગ્રીમાં 1 કોબીજ, 1 બીટ, 2 વાડકી ચોખા, 1 વાડકી અડદની દાળ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી મરચાની પેસ્ટ, પાણી જરૂર પ્રમાણે અને 1 નંગ ગાજર જરૂરી છે.
ચોખા અને દાળને પાંચ કલાક માટે પલાળી રાખવી. ત્યારબાદ તેને ક્રશ કરવી. હવે તેમાં ગાજર અને બીટ છીણીને ઉમેરો અને કોબીજ જીણી સમારી ઉમેરવી. હવે તેમાં મરચાની પેસ્ટ અને ચપટી સોડા ઉમેરી મિક્સ કરી ઢોકળા ઉતારી લેવા. ખાવામાં ટેસ્ટી ઢોકળા માત્ર થોડા સમયમાં તૈયાર થાય છે.
Reporter: admin







