કિડની દ્વારા દવાનો નિકાલ :
મોટા ભાગની દવાઓનો શરીરમાંથી કિડની દ્વારા નિકાલ થાય છે. આ પ્રક્રિયા દરમ્યાન કેટલીક દવાઓ કે તેના રૂપાંતર બાદ બનેલા પદાથોથી કિડનીને નુકસાન થઈ શકે છે.
કિડની ને વધુ લોહી પહોચવું:
હદયમાંથી દે મિનિટે નીકળતા કુલ લોહીની પાંચમો ભાગ કિડનીમાં જાય છે. કદ અને વજનના પ્રમાણમાં આખા શરીરમાં સૌથી વધુ લીહી કિડનીમાં પહોંચે છે. આ કારણસર દવાઓ અને કિડનીને નુકસાનકારક અન્ય પદાથો પણ ટુંકા સમયમાં, વધુપ્રમાણમાં કિડનીમાં પહોંચવાથી કિડનીને નુકસાન થવાની શક્યતા વધી જાય છે.
કિડનીને નુકસાન કરતી મુખ્ય દવાઓ :
દર્દશામક દવાઓ :
શરીર અને સાંધાના નાના-મોટા દુઃખાવા માટે આ પ્રકારની દવાઓ ડોક્ટરની સલાહ વગર મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. આ કારણસર દવાને લીધે કિડની બગડવા માટે દર્દશામક દવાઓ સૌથી વધારે જવાબદાર હોય છે.
દર્દશામક દવાઓ કિડની બગડવા માટેનું મુખ્ય કારણ છે.
દર્દશામક દવાઓ એટલે શું ? કઈ કઈ દવાઓ આ પ્રકારની છે ?
દુઃખાવો અને તાવ ધટાડવા માટે વપરાતી દવાઓને દર્દશામક દાવો કહે છે. આ પ્રકારની સામાન્ય રીતે વપરાતી દવાઓમાં પેરાસીટેમોલ, એસ્પીરીન, આઈબુપ્રુફન, કીટોપૃફન ડાઈકલોફેનાક સોડીયમ, નીમેસુલાઈડ વગેરેનાસમાવેશ થય છે.
દવાને કારણે કિડની ને થતું નુકસાન અટકાવી શકાય છે:-
• બિનજરૂરી દર્દશામક દવાઓ નો ઉપયોગ ન કરવો.
• દર્દશામક દવા ઓ લાંબા સમય માટે ડોક્ટર ની સલાહ મુજબ જ લેવી.
• દરરોજ પુષ્કળ પાણી પીવુ. શરીર માં યોગ્ય પ્રવાહી ને કારણે કિડની ને પુરતુ લોહી પહોચાડશે અને કિડની ને થતુ નુકશાન અટકાવી શકશે.
Reporter: admin







