News Portal...

Breaking News :

પૂર્વ–દક્ષિણ ઝોનમાં સઘન સોર્સ સેગ્રીગેશન માટે વીએમસીનું જનજાગૃતિ અભિયાન

2025-12-23 11:36:27
પૂર્વ–દક્ષિણ ઝોનમાં સઘન સોર્સ સેગ્રીગેશન માટે વીએમસીનું જનજાગૃતિ અભિયાન


ડોર ટુ ડોર ઘન કચરા કલેક્શન અંતર્ગત સોસાયટી–ફ્લેટોમાં પાંચ પ્રકારના કચરા વિભાજન અંગે ડેમો અને માર્ગદર્શન, ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ મહત્વપૂર્ણ 


વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરમાં નવિન ડોર ટુ ડોર ઘન કચરા કલેક્શન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ અંતર્ગત પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સઘન સોર્સ સેગ્રીગેશન અંગે જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ કાર્યક્રમ અંતર્ગત સોસાયટી, ફ્લેટ તથા પોળ જેવા રહેણાંક એકમોમાં કચરાનું ઉત્પત્તિ સ્થળે જ વિભાજન કરવાની માહિતી આપવામાં આવી રહી છે. કચરાને સુકો કચરો, ભીનો કચરો, ઘરગથ્થુ જોખમી કચરો, સેનીટરી વેસ્ટ તથા ઈલેક્ટ્રોનિક વેસ્ટ (ઈ-વેસ્ટ) એમ કુલ પાંચ કેટેગરીમાં અલગ સંગ્રહ કરી ડોર ટુ ડોર ઘન કચરા કલેક્શન વાહનોમાં ઉપલબ્ધ પાંચ અલગ કમ્પાર્ટમેન્ટમાં નિકાલ કરવા અંગે પ્રાયોગિક ડેમો આપવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત સોસાયટી, ફ્લેટ તથા પોળના નિશ્ચિત સ્થળે માહિતીપ્રદ સ્ટીકરો લગાવવામાં આવી રહ્યા છે, જેમાં સંબંધિત વોર્ડ નંબર, રૂટ નંબર, પી.ઓ.આઈ. નંબર, ઇન-ટાઇમ, સુપરવાઇઝરનું નામ તથા સંપર્ક નંબર અને હેલ્પલાઇન નંબરની વિગતો દર્શાવવામાં આવી છે.પૂર્વ ઝોનના વોર્ડ વિસ્તારોમાં અત્યાર સુધી કુલ ૧૩૩૫ રહેણાંક એકમો ઉપરાંત ૧૭ કોમર્શિયલ એકમો અને ૯ શાળાઓમાં સોસાયટીના પ્રમુખો, રહેવાસીઓ તથા શિક્ષકોની હાજરીમાં જનજાગૃતિ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં અત્યાર સુધી કુલ ૭૫૫ સોસાયટી, ફ્લેટ અને પોળ જેવા રહેણાંક એકમોમાં સોર્સ સેગ્રીગેશન અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.આવનારા દિવસોમાં કોમર્શિયલ એકમો તથા શાળાઓમાં પણ આવા જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ નાગરિકોના સહયોગથી આ પ્રકારની પહેલ આગળ વધારવામાં આવશે, જેના દ્વારા વડોદરાને “ઝીરો વેસ્ટ સિટી” બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.સ્વચ્છ ભારત મિશન (અર્બન) અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા નાગરિકોની સક્રિય ભાગીદારીથી પર્યાવરણ અનુકૂળ મૂલ્યોને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. સોર્સ સેગ્રીગેશન દ્વારા “વેસ્ટ ટુ બેસ્ટ” અને “વેસ્ટ ટુ વેલ્થ” જેવી વિચારધારાને સાકાર કરી શહેરના ટકાઉ વિકાસના પ્રયાસોને વધુ મજબૂતી મળશે.

Reporter: admin

Related Post