બેસનનું શાક બનાવવા માટે 250 ગ્રામ બેસન, એક ચમચી ચોપ કરેલ લીલા મરચા, એક ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું, એક ચમચી રાઈ અને જીરું, ધાણા સમારેલા, મીઠો લીમડો, અડધી ચમચી ખાંડ, એક સમારેલી ડુંગળી, મીઠુ, તેલ અને પાણી જરૂર પ્રમાણે જરૂરી છે.
બેસનને એક કઢાઈમાં થોડી વાર સેકી લો. પછી તેને ઠંડુ પડવા દઈ એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો, એમાં જીરું, રાઈ, ચોપ કરેલા મરચા, મીઠો લીમડો અને ડુંગળીને બરોબર સાંતળી લો. હવે તેમાં બેસન ઉમેરી બરોબર મિક્સ કરો.
ત્યાર બાદ તેમાં મીઠુ ઉમેરી થોડુ થોડુ પાણી રેડતા જઈ બેસનને ધીમા ગેસ પર સતત હલાવતા રહો. થોડુ ઢીલું થઇ જાય એટલે તેમાં ખાંડ મિક્સ કરી ધાણા ભભરાવી લો.અને ગેસ પરથી ઉતારી લો.આ શાક ગરમ ખાવાનું વધારે સારુ લાગશે અને રોટલી અથવા ભાત સાથે ખાઈ શકો છો.
Reporter: admin