સાગો સુપ બનાવવા માટે 4 કપ પાણી, બે ચમચી સાગો ( સાબુદાણા ), એક નાની પાતળી સ્લાઈજમાં સમરેલી ડુંગળી, એક ગાજર ( લાંબી સ્લાઈજ કરેલું ), પા ચમચી મરીનો પાવડર, એક ચમચી લીબું નો રસ, એક ચમચી સોયાસોસ, અડધી ચમચી ખાંડ, એક ચમચી જેટલી સમારેલી કોથમીર અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
પાણીમાં સાબુદાણા ઉમેરી ગરમ કરવા. સાબુદાણા ચઢી જાય એટલે તેમાં ડુંગળી અને ગાજર ઇમેરી પાંચ મિનિટ સુધી ઉકળવા દેવું. એમા મીઠુ, મરી પાવડર, લીબુંનો રસ અને ખાંડ ઉમેરવી. સુપ ઘટ્ટ થાય એટલે તેમાં ડુંગળી અને કોથમીર ઉમેરી ગરમ ગરમ પીરસવું.
Reporter: admin