- ખજૂરને પાણીમાં પલાળી મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે.
- ગોળને પાણીમાં ઓગાળી પીવા આપવાથી દારૂનો નશો ઉતરી જાય છે અને તરત ભાનમાં આવે છે.
- ફટકડી પાણીમાં નાખી પીવા આપવાથી દારૂ પીને પડેલો માણસ ભાનમાં આવે છે અને નશો ઉતરી જાય છે.
- મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે.
- છાસ પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
- જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતરે છે.
- સિંધવ મીઠુ અને સૂંઠ વાટીને તેમાં લીબુંનો રસ મેળવી ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.
- આમલીને પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
Reporter: admin