News Portal...

Breaking News :

અનિલ અંબાણીની કંપનીઓના લોન ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર

2024-11-16 14:03:08
અનિલ અંબાણીની કંપનીઓના લોન ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર


મુંબઈ : રિલાયન્સ પાવરને નકલી ડોક્યુમેન્ટ જમા કરાવાના કેસમાં સોલર એનર્જી કોર્પોરેશને નોટિસ ફટકારી છે. તો બીજી તરફ કેનરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ઈન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના લોન એકાઉન્ટને ફ્રોડ એકાઉન્ટ જાહેર કર્યા છે. 


કેનેરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશનને નોટિસ ઇસ્યુ કરી છે અને તેના લોન એકાઉન્ટને ફ્રોડ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે.નાદાર થયેલી ટેલિકોમ કંપની આરકોમને શુક્રવારે મોકલવામાં આવેલી નોટિસ અનુસાર, કેનેરા બેંકે અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) અને તેની સહાયક કંપનીઓના લોન ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કર્યા છે. 



આમ કરનાર આ ચોથી બેંક છે. આ અગાઉ ડિસેમ્બર 2020માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકે કંપનીના ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કર્યા હતા.

Reporter: admin

Related Post