સામગ્રીમાં 250 ગ્રામ ચણાનો જીણો લોટ, 10 લવિંગ, અડધી ચમચી અજમાનો ભૂકો, 5 તજ, 10 મરી, 1 ચમચી મરચું, 1 ચમચી સફેદ મરચું, ચપટી હિંગ, 1 ચમચી ગરમ મસાલો, ચપટી સોડા, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે અને ચપટી સન્ચર જરૂરી છે.
તજ, લવિંગ, મરી, અજમો ખાંડીને ચાડવો. લોટમાં બધો મસાલો અને વધારે મોણ ઉમેરી લોટ બાંધવો. ઝારાથી ઘસીને સેવો પાડતી વખતે દરેક લુઓ ફીણવો અને ગરમ તેલમાં સેવ પાડવી. સેવ પોચી ન થાય તો સોડા વધુ ઉમેરવો. મોણ ઉમેરવું. ઉપરથી સંચર ભભરાવવું. અને સ્વાદ પસન્દ હોય એ પ્રમાણે તીખી કે મોળી કરવી.
Reporter: admin