- જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
- મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
- જાયફળ પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
- દૂધની મલાઈ સાથે મીંઢણ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
- નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
- છાસ વડે મોઢું ધોવાથી ખીલના ડાઘા દૂર થાય છે.
- પાકા ટામેટા કાપીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
- લીલા નારિયેળનું પાણી પીવાથી ખીલ મટે છે.
- નારિયેળનું દૂધ કાળીજીરી સાથે મેળવી લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
Reporter: admin