વડોદરા : પરિવાર ચાર રસ્તા પાસે આવેલ જય જલારામ સેવઉસળમાં બાળ મજૂરી કરાવનાર દુકાન સંચાલકની અટકાયત કરાઈ છે.

વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે જસરાજ કોમ્પ્લેક્સ ખાતે જય જલારામ સેવઉસળ દુકાનમાં સંચાલક જયેશ દીપકભાઈ મકવાણા (રહે -ધરતી ટેનામેન્ટ, વાઘોડિયા રોડ) 15 વર્ષના બાળકને મહિને રૂ.7500 વેતન આપી બાળમજૂરી કરાવી આર્થિક અને માનસિક શોષણ કરતો હોવાની માહિતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વડોદરાને મળી હતી. જેના આધારે પોલીસને સાથે રાખી દરોડો પાડી બાળકને મુક્ત કરાવી દુકાન સંચાલક સામે ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin