News Portal...

Breaking News :

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે, પ્લેન દુર્ઘટનાના જે પ્રવાસીનો મૃતદેહ અત્રે છે તે મૃતદેહ DNA મેચ થયા પછી પરિવારને સગાને સોંપવામાં આવશે

2025-06-13 11:06:38
અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે, પ્લેન દુર્ઘટનાના જે પ્રવાસીનો મૃતદેહ અત્રે છે તે મૃતદેહ DNA મેચ થયા પછી પરિવારને સગાને સોંપવામાં આવશે

અમદાવાદ ખાતે બનેલી દુર્ઘટનામાં પ્લેનમાં સવાર વડોદરા શહેર અને જિલ્લાના ૨૦ જેટલા યાત્રીઓના પરિવારજનોના ડીએનએ મેળવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૦ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ માટે મોડી રાતે જરૂરી આદેશો કરવામાં આવ્યા છે.



BJ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર PSM વિભાગ પાસે આવેલા કસોટી ભવન ખાતે DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે
DNA  સેમ્પલ લીધા મેચિંગ માટે લેબમાં મોકલવામાં આવશે
ઘટનાની ગંભીરતા અને મૃતદેહ સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા આ સમગ્ર DNA મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે છે.
મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવી શકશે.

6357373831
6357373841

Reporter: admin

Related Post