News Portal...

Breaking News :

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા PM : પીએમ ઘટનાસ્થળની મુલાકાત બાદ હોસ્પિટલમાં ઘાયલોને પણ મળશે

2025-06-13 10:01:37
અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા PM : પીએમ ઘટનાસ્થળની મુલાકાત બાદ હોસ્પિટલમાં ઘાયલોને પણ મળશે


અમદાવાદ : ગુરુવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા.


એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે. પીએમ મોદી આજે સવારે ૮:૩૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. પીએમ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પછી હોસ્પિટલમાં દાખલ ઘાયલોને પણ મળશે.અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે (12 જૂન, 2025) બપોરે ક્રેશ થઈઅમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે (12 જૂન, 2025) બપોરે ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. જેની પુષ્ટિ એર ઇન્ડિયા દ્વારા કરાઇ છે. 


દુર્ઘટના બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું, જેમાં 24 લોકોના મોત થયા હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે. જેની સત્તાવાર પુષ્ટિ હજુ નથી થઇ.એર ઇન્ડિયાએ X પર સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. વિમાન ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું. અમને જણાવતા દુઃખ થાય છે કે ફ્લાઇટ AI171માં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ મુસાફર જીવિત બચી શક્યો. બચાવના પ્રયાસો પૂર્ણ થયા છે અને અધિકારીઓ હવે પીડિતોની ઓળખ અને અસરગ્રસ્ત પરિવારોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એકમાત્ર બચી ગયેલા વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Reporter: admin

Related Post