એપ્રિલ મહિનાના માધ્યથિ ગરમીની શરૂઆત થઈ જાય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે. રાહદારીઓ અને વટેમાર્ગુઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે ઇન્દ્રપ્રસ્થ રસોડું ખાતે નિઃશુલ્ક છાસ સેવાનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે.ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા ગોત્રી સરકારી દવાખાના સામે ઇન્દ્રપ્રસ્થ નું રસોડું પરથી સત્તત બૅ વર્ષોથી ઉનાળા દરમિયાન વિનામૂલ્યે છાશ વિતરણ કરે છે. ત્યારે આ વર્ષે અમી લાઈફસાયન્સ કંપની ના સહયોગથી નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. બૅ મહિના સુધી રોજ ૩૦૦ લીટર છાસ નું વીતરણ કરવામાં આવનાર છે. રોજ મોટી સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લઇ રહયા છે.
Reporter: News Plus