News Portal...

Breaking News :

કેનેડામાં વેઈટર ડીશ ધોવાની નોકરી માટે લાઈનમાં લાગ્યા ભારતીય વિદ્યાર્થીઓ

2024-10-05 09:43:45
કેનેડામાં વેઈટર ડીશ ધોવાની નોકરી માટે લાઈનમાં લાગ્યા ભારતીય વિદ્યાર્થીઓ


ઓટાવા : કેનેડાના બ્રામ્પ્ટનમાં એક નવી હોટેલની બહાર સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી છે. આ વિદ્યાર્થીઓ કેનેડામાં વેઈટર અને ડીશ ધોવાની નોકરી માટે લાઈનમાં લાગ્યા છે 


અમેરિકા અને કેનેડામાં અભ્યાસ કરવાની સાથે ડોલરમાં કમાણી કરવાની આશાએ હજારો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા અથવા કેનેડાના વિઝા મેળવે છે. ગુજરાત સહિત ભારતમાં હજારો માતા-પિતા દેવું કરીને પણ તેમના સંતાનોને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલે છે. આવા સમયે અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયો ભારતીયો માટે આંખ ઉઘાડનારો છે. આ વીડિયોની સત્યતાની પુષ્ટી થઈ શકી નથી, પરંતુ લાખોની કમાણીના સપના જોઈને કેનેડા જઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે.કેનેડાની એક રેસ્ટોરન્ટમાં વેઇટર અને નોકરની નોકરી માટે લાંબી લાઇન લાગી છે. બે દિવસમાં 3000 થી વધારે લોકોએ અરજી કરી હોવાનું માનવામાં આવે છે. 


આ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના કાર્યકાળમાં વધતી બેકારીની તરફ ઇશારો કરે છે. આ ઉપરાંત આ બાબત એ ભારતીયો માટે ચિંતાજનક છે જે ભણવા અથવા નોેકરી મેળવવા કેનેડા જવાના સ્વપ્ન જોઇ રહ્યાં છે કારણકે વેઇટર અને નોકરની નોકરી માટે લાગેલી લાંબી લાઇનમાં મોટા ભાગના ભારતીયો છે. કેનેડાના બ્રૈમ્પટનમાં આવેલ રેસ્ટોરન્ટ તંદુરી ફલેમમાં વેઇટર અને નોકરની નોકરી માટે ભરતી શરૂ કરી દીધી છે. રેસ્ટોરન્ટના એક્ઝિક્યુટીવ મેનેજર ઇન્દીપ કૌરે એક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે અમને લાગે છે કે બે દિવસમાં 3000 ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે આવી શકે છે. ઇન્ટરવ્યુ માટે આવેલા લોકોમાં મોટા ભાગે ભારતીયો હતાં.

Reporter: admin

Related Post