વેસ્ટ ઈન્ડિઝમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારે રસા કસી બાદ ભારતીય ક્રિકેટ ટીમ જીતતા શહેરભરમાં મધ રાત્રે દિવાળીનો માહોલ સર્જાયો હતો.
લોકલ બોય હાર્દિક પંડ્યા હિરો ઓફ ધ ડે બન્યો હતો.જેણે ત્રણ ઓવરમાં 20 રન આપી મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી.ભારતીય ક્રિકેટ ટીમ ટી-૨૦ વર્લ્ડકપ જીતતા શહેરભરમાં મધરાતે ફટાકડાના ધૂમધડાકા સાથે વિજયોત્સવ મનાવાયો હતો.શહેરના માંડવી સહિત કેટલાક વિસ્તારોમાં યૌવનધને તિરંગા સાથે વિજય રેલી કાઢી એક બીજાને મીઠાઈ ખવડાવી મોંઢુ મીઠું કરાવ્યું હતું.આનંદ ઉલ્લાસના ઓઘ સાથે સમગ્ર શહેરમાં ટી-૨૦ વર્લ્ડકપની જીતનો જશ્ન મધરાત બાદ પણ જારી રહ્યો હતો
લોકલબોય હાર્દિકે સાઉથ આફ્રિકાના વિકેટકિપર ક્લાશેનની વિકેટ લેતા જીતના જશ્નનો માહોલ શરૂ થઈ ગયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ ભારે રસાકસી બાદ જીતતા શહેરભરમાં ભારત માતાકી જયના નાદ સાથે હાથમાં તિરંગો લઈને યુવાધને વિજ્યોત્સવ મનાવ્યો હતો. ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારમાં એટલી બધી ભીડ જામી હતી કે મધ રાત્રે ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી.શહેરીજનોએ ભારતની જીત માટે હનુમાન ચાલીસા પણ કરી હતી.
Reporter: News Plus