બ્રિજટાઉન : અક્ષરની તોફાની બેટિંગ અને હાર્દિક તેમજ બુમરાહની ઘાતક બોલીગ સામે દક્ષિણ આફ્રિકા ધરાશય થયું હતું અને T20 વર્લ્ડકપ ટીમ ઇન્ડિયાએ જીતી લીધો હતો.
ફાઇનલમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પછી એવું લાગતું હતું કે ટીમ કદાચ જલ્દી ધરાશાયી ન થઇ જાય તો સારું. પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અક્ષર પટેલને શિવમ દુબે, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાથી પણ ઉપર પાંચમા નંબરે મોકલ્યો અને તેની ચાલ એકદમ અસરકારક સાબિત થઈહતી.ક્રિઝ પર રહેલા વિરાટ કોહલીએ પહેલેથી જ ચાર્જ સંભાળી લીધો હતો. ત્યારબાદ તેણે અક્ષર સાથે મળીને ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી. કોહલીએ 48 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ ફિફ્ટી હતી. કોહલીએ 59 બોલમાં કુલ 76 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. જેના કારણે ભારતીય ટીમે 7 વિકેટે 176 રનનો મેચ વિનિંગ સ્કોર બનાવ્યો હતો. દ.આફ્રિકાને જીતવા માટે 30 બોલમાં માત્ર 30 રનની જરૂર હતી અને તેની 6 વિકેટ બાકી હતી. ક્લાસેન અને ડેવિડ મિલર ક્રિઝ પર સ્થિર હતા. પરંતુ 16મી ઓવરમાં જસપ્રીત બુમરાહે માત્ર 4 રન આપ્યા જેના કારણે દબાણ સર્જાયું. ત્યારબાદ 17મી ઓવરના પહેલા જ બોલ પર હાર્દિક પંડ્યાએ ક્લાસેનને રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ત્યારબાદ અહીંથી સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આફ્રિકન ટીમ દબાણમાં આવી ગઈ હતી.ક્લાસેનની વિકેટ પડ્યા બાદ પંડ્યા, બુમરાહ અને અર્શદીપે એવું દબાણ ઊભું કર્યું કે આફ્રિકાની ટીમ ખરાબ રીતે વિખેરાઈ ગઈ. પંડ્યાએ 1 વિકેટ લીધી અને 17મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા. ત્યારબાદ બુમરાહએ ૧૮મી ઓવર નાખી અને માર્કો જેન્સનને પોતાનો શિકાર બનાવ્યો. તેણે 1 વિકેટ લીધી અને 2 રન આપ્યા. 19મી ઓવર ઘણી ખાસ હતી જેમાં અર્શદીપ સિંહે માત્ર 4 રન આપ્યા હતા. અહીંથી જ ભારતની જીતનો પાયો નંખાયો હતો આ પછી છેલ્લી ઓવરમાં આફ્રિકન ટીમને જીતવા માટે 16 રનની જરૂર હતી. પરંતુ સુકાની રોહિતે ઝડપી બોલિંગ માટે પંડ્યાનો છેલ્લો વિકલ્પ હતો. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો, જેના પર પંડ્યા ખરો ઉતર્યો હતો. આ છેલ્લી ઓવરમાં તેણે એક વિકેટ લીધી હતી. ખતરનાક ખેલાડી ડેવિડ મિલર તેનો શિકાર બન્યો હતો. તેમજ આ ઓવરમાં કુલ 8 રન આપ્યા અને ભારતને ચેમ્પિયન બનાવ્યું છે.
Reporter: News Plus