News Portal...

Breaking News :

ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા આતંકીઓને ઘુસાડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

2025-08-28 12:12:29
ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા આતંકીઓને ઘુસાડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

શ્રીનગર : ભારતીય સેનાએ ફરી એક વાર નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા આતંકીઓને ઘુસાડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સેનાના જવાનોએ સીમા પારથી ભારતની સરહદમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકીઓને ઠાર માર્યા છે. તેમજ તેની બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.



આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું
આ અંગે મળતી માહિતી મુજબ બાંદીપુરાઅન ગુરેજ સેકટરમાં આતંકીઓએ ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સેનાને આ પ્રયાસની જાણકારી મળતા એલર્ટ મોડ પર હતી. તેમજ આતંકીઓએ જેવા જ સીમામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સેનાને તેમને પડકાર્યા હતા. તેની બાદ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેની બાદ સેનાએ જવાબી ફાયરિંગમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.


પોલીસને ઘૂસણખોરી અંગે માહિતી મળી હતીઆ અંગે સેનાના ચિનાર કોર્પ્સે એકસ પર માહિતી આપી હતી કે, જમ્મુ કાશ્મીર પોલીસને આતંકીઓની સંભવિત ઘૂસણખોરી અંગે માહિતી મળી હતી. જેના આધારે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ગુરેજ સેક્ટરમાં એક સંયુક્તઅભિયાન શરુ કરવામાં આવ્યું હતું .જેના પેટ્રોલિંગ દરમિયાન સેનાના જવાનોએ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી હતી. જેની બાદ આતંકીઓ ફાયરિંગ શરુ કર્યું હતું. જેના જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કરતા બે આંતકીઓ ઠાર મરાયા હતા.

Reporter: admin

Related Post