અમદાવાદ : ગ્રેમી એવોર્ડ્સમાં ભારતીય મૂળના અમેરિકન સિંગર ચંદ્રિકા ટંડનને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ટંડનને તેમના આલ્બમ 'ત્રિવેણી' માટે 'બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ, ચેન્ટ આલ્બમ' માટે પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. ચંદ્રિકાને આ સન્માન દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે હાંસલ કર્યું હતું. આ ત્રણેયે સાથે મળીને આલ્બમ બનાવ્યો હતો.અમદાવાદમાં આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએટ 71 વર્ષીય ભારતીય મૂળ અમેરિકન બિઝનેસ લીડર અને સંગીતકાર ચંદ્રિકાએ 'બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ' કેટેગરીમાં સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. ચંદ્રિકાએ દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે મળીને ત્રણ નદીઓના સંગમ પરથી નામ આપી આલ્બમમાં પારંપારિક વૈદિક મંત્રો રજૂ કર્યા હતાં, તેમણે ત્રણ અલગ અલગ શૈલી ‘સંગીત એ પ્રેમ છે’.
સંગીત આપણી અંદર પ્રકાશ ફેલાવે છે’, ‘સંગીત આપણા અંધકારમય દિવસોમાં જીવનમાં આનંદ અને સ્મિત રેલાવે છે.’ પર સંગીત રજૂ કર્યુ હતું. જેના માટે ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.અમદાવાદની આઈઆઈએમમાંથી એમબીએ પૂર્ણ કર્યા બાદ ચંદ્રિકા 24 વર્ષની વયે અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થાયી થયા હતાં. જ્યાં તે McKinsey સાથે પાર્ટનરશિપ કરનારી પ્રથમ ભારતીય અમેરિકન મહિલા પાર્ટનર રહી હતી. તેમણે ન્યૂયોર્કમાં ટંડન કેપિટલ એસોસિએટ્સ શરૂ કર્યું હતું. જે શૈક્ષણિક સંસ્થાઓના રિસ્ટ્રક્ચરિંગ માટે કામ કરે છે. હાલમાં જ તેમણે 2025માં ન્યૂયોર્ક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગને 100 મિલિયન ડોલરનું દાન કર્યું હતું.
Reporter: admin