ડભોઇ : સરિતા રેલવે ફાટક ઉપર જેસીબી ફસાઇ જતાં બ્રિજ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. જેને કારણે વેગા સુધી વાહનોની કતારો લાગી હતી.
ડભોઇ ગામમાં ટ્રાફિક વાળી દેવામાં આવ્યો હતો. જેમાં મોટા વાહનો પણ શહેરમાં આવતા હોવાથી ડભોઇના લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડયો હતો. વહેલી તકે સરિતા રેલવે ફાટકનું બીજા બ્રિજનું કામ સમયસર પૂરું થાય તેવી લોકોની ડિમાન્ડ છે.એક જ ભાગના બ્રિજ પરથી વાહનો અવરજવર કરતાં હોઇ તેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાંદોદ કરનાળી અને પોઇચા જતા લોકો દર વખતે અટવાઇ જાય છે. બ્રિજ પર ટ્રાફિક હોઇ તેને લઇને ગામમાંથી પસાર થતી વખતે લોકો અટવાઇ પણ જાય છે.
જેને કારણે ડભોઇ શહેરમાં પણ ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને દુકાનદારો પરેશાન થઈ જાય છે. વેગા સુધી ટ્રાફિક જામ થતાં કલાકો સુધી વાહન વ્યવહારને મુશ્કેલી પડી હતી. વહેલી તકે આ બીજા ભાગના બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠી છે. હાલ તો ડભોઇ મહુડી ભાગોળ રાણાની હોટલ વિસ્તારમાં મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. ડભોઇ પોલીસે આવીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. ઓવર બ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી કામગીરી ચાલી રહી છે ત્યારે હવે તે ક્યારે પૂર્ણ થશે તે લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
Reporter: admin