વડોદરા જિલ્લામાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ તમામ નાગરિકોને આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા અનુરોધ.ભારતીય હવામાન વિભાગ ધ્વારા “MAUSAM APP”, “DAMINI APP”, “MEGHDOOT AGRO APP” અને “PUBLIC OBSERVATION APP” જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનો વિકસાવવામાં આવી છે.આ એપના માધ્યમથી હવામાનને લગતી વિવિધ આગાહીઓ,ચેતવણી અંગેની જાણકારી નાગરિકોને મળી રહેશે.વડોદરા જિલ્લામાં ગ્રામ્ય,તાલુકા અને જિલ્લા કક્ષા તેમજ સ્થાનિક કક્ષાએ તમામ નાગરિકોને હવામાન ચેતવણી આપતી આ એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ કરવા નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિએ અનુરોધ કર્યો છે.
Reporter: News Plus