ટાઉન પ્લાનિંગ શાખાનો આખે દેખાય એવો ભ્રષ્ટાચાર વડોદરા મહાનગરપાલિકાના બાંધકામ પરવાનગી શાખાના પશ્ચિમ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 11 માં કે જ્યા રાત દિવસ ટાફીક નુ ભારણ હોય છે.
તેમજ ચકલી સર્કલ રોડ પર થઈ પશ્ર્ચિમ વિસ્તારમા વસવાટ કરનાર તમામ નાગરિક આ જંક્શન પરથી પસાર થાય છે.આ સ્પોટ પર ટ઼ાફીકનુ ભારણ ૨૪ કલાક ભારે હોય છે. એવા પોસ વિસ્તારમાં આવેલ હનુરામ સ્વીટ એન્ડ ફરસાણ રેસ્ટોરન્ટના માલિક દ્વારા માર્જિન, પાર્કિંગ વાળા ભાગમા ગેરકાયદેસર રીતે પતરાનો શેડ બનાવી ગેરકાયદેસર કોમર્શિયલ વાપર ઉપયોગ કરે છે. અને ત્યાં આવતા ગ્રાહકો નુ પાર્કિંગ મહાનગર પાલિકા ના રોડ પર થાય છે.આ જગ્યા સતત ૨૪ કલાક ટાફીક વાળો વિસ્તાર હોય તેમજ ચકલી સર્કલ મુખ્ય ચાર વાયુ જંક્શન હોય તેથી રોડ પર થતા ગેરકાયદેસર પાર્કિંગ થી આ વિસ્તાર માથી વાહન લઈ પસાર થતા રાહદારીઓને પારાવાર મુસ્કેલી ઓ પડે છે.અને સતત એક્સિડન્ટ નો ભય રહે છે.
વોર્ડમા ગેરકાયદેસર બાંધકામ થતુ રોકવા અને દુર કરવાની જવાબદારી પરવાનગી શાખાના સર્વયર, બાંધકામ તપાસનીસ અને ડે. ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ની હોય છે. અને તેના ડ્યુટી લિસ્ટમા ફરજમા આવે છે. પરંતુ વહીવટી વોર્ડ નંબર ૧૧ ના કર્મચારીઓ/અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામની જાણ હોવા છતા ભ્રષ્ટાચાર કરી ને આવા ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપે છે.અને આવા કર્મચારીઓ/અધિકારીઓની ફરજમા બેદરકારીને લીધે નાગરિકોને મુસ્કેલીમા મુકાવુ પડે છે.બાંધકામ પરવાનગીઓ શાખાના વર્ષોથી ચીપકી રહેલા આવા ભ્રષ્ટાચાર કરનાર ભ્રષ્ટ કર્મચારીઓ/અધિકારીઓ એ ભ્રષ્ટાચાર કરેલ છે એવું પ્રથમ દ્રષ્ટિએ સાબિત થાય છે. તેથી આવા ભ્રષ્ટાચાર કરનાર સામે મ્યુનિસિપલ કમિશનર શિક્ષાત્મક પગલા ભરશે કે પછી વર્ષોથી અડીંગો જમાવી ભ્રષ્ટાચાર કરનાર કર્મચારીઓ/અધિકારીઓની આગળ લાચાર થઈ ને ભ્રષ્ટ કર્મચારીઓ/અધિકારીઓ ને પ્રોત્સાહન આપશે.
Reporter: admin